Posts

Showing posts from March 8, 2021

Happy World's woman's Day - જગતની નારીચેતનાને વંદન ✍️ મીના વ્યાસ , વડોદરા

Image
  પ્રેમથી દુનિયાને શણગારી તે તું, વખ્ત આવ્યે હાંક પડકારી તે તું દસ દિશાએ એકલી પહોંચી વળે, હામ હૈયામાં યે ધરનારી તે તું. દેવ ના નાથી શક્યા દાનવને તો, રક્ષવા એણે જે પોકારી તે તું. જેમણે માન્યું સ્વરૂપ લક્ષ્મી તણું માન મોભા સાથ સત્કારી તે તું. આ જગત તારું ઋણી રહેશે સદા, કૂખમાંથી જન્મ દેનારી તે તું. તું છે શક્તિ, તું છે ભકિત, તું જ તું, જોડ ના જડશે જગે, ન્યારી તે તું. આપમેળે સર ચરણમાં જઈ નમે, ધન્ય છે, વંદન તને, નારી તે તું. ************************* મીના વ્યાસ વડોદરા જગતની નારીચેતનાને વંદન 🙏